ઉપયોગની શરતો

વ્યાખ્યાઓ

‘કરાર’નો અર્થ છે, સમયાંતરે સુધારવામાં, નવા બનાવવામાં આવેલા, પૂરક બનાવવામાં આવેલ, વિભિન્ન પ્રકારના કે બદલવામાં આવેલા કરારના સંદર્ભમાં રહેલ તમામ અનુસૂચિઓ, પરિશિષ્ટો, અનુલગ્નકો સહિત અહીં અંદર વિગતવાર જણાવવામાં આવેલ એવા નિયમો અને શરતો છે.

‘યુઝર’નો અર્થ છે અને તેમાં સમાવિષ્ટ છે, એવી કોઇપણ વ્યક્તિ કે એન્ટિટી કે કોઇપણ કાયદાકીય એન્ટિટી જેઓ સેવાઓ, માધ્યમો અને ચીજવસ્તુઓ/માલસામાન/ઉત્પાદનો/સેવાઓ/ઑફરો/અપલૉડ કરવામાં આવેલ/દર્શાવવામાં આવેલ ડિસ્પ્લેની ચીજવસ્તુઓ, સંબંધિત વર્ણનો, માહિતી, કાર્યપદ્ધતિઓ, પ્રક્રિયાઓ, વૉરન્ટીઓ, ડીલિવરીના શિડ્યૂલનો ઉપયોગ કરે છે કે તેને ઍક્સેસ કરે છે.

‘ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 2 (v)’ મુજબ, ‘માહિતી’માં ડેટા, લખાણ, સાઉન્ડ, કૉડ્સ, કમ્પ્યુટર પ્રોગ્રામ, સોફ્ટવેર અને ડેટાબેઝ અથવા માઇક્રો ફિલ્મ અથવા કમ્પ્યૂટર દ્વારા જનરેટ કરવામાં આવેલ માઇક્રો ફિશનો સમાવેશ થાય છે.

કાનૂની નોટીસો

ગુપ્તતા સંબંધિત નીતિની સાથે અહીં આપવામાં આવેલ નિયમો અને શરતો યુઝર દ્વારા વેબસાઇટના ઉપયોગ સંબંધે અમારા સંબંધનું નિયમન કરનારા કરારની રચના કરે છે. સાઇટનો ઉપયોગ કરીને અને સાઇટ પર રહેલી સામગ્રીને ડાઉનલૉડ કરીને યુઝર આ નોટીસમાં નિર્ધારિત કરવામાં આવેલ શરતોનું પાલન કરવા માટે સંમત થાઓ છો. આ સાઇટનો ઉપયોગ કરીને યુઝર નિયમો અને શરતો સાથે બાધ્ય થવા માટે સંમત થાય છે. ઉષા ઇન્ટરનેશનલ તેની મુનસફી મુજબ, યુઝરને અગાઉથી જાણ કર્યા વગર કોઇપણ સમયે તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો કે તેના કોઈ હિસ્સાનો ઉપયોગ કરતાં અટકાવી શકે છે.

યુઝરને આ પ્રકારે ઉપયોગ કરતાં અટકાવવામાં આવતાં ઉષા ઇન્ટરનેશલ કોઇપણ સમયે આપવામાં આવેલ અધિકૃતતા, અધિકારો અને લાઇસેન્સને રદ કરી શકે છે અને આ સાથે જ યુઝર તાત્કાલિક તમામ સામગ્રીનો નાશ કરવા માટે સંમત થાય છે.

પાત્રતા

યુઝર એ બાબત રજૂ કરે છે અને બાંયધરી આપે છે કે, તેઓ કાયદાકીય રીતે બાધ્ય કરાર કરવા માટે સક્ષમ અને પાત્ર છે અને જો તેઓ લાગુ થતાં નિયમો અને નિયમનો હેઠળનો કરાર કરવા માટે સક્ષમ ન હોય તો, તેઓ આ સાઇટનો ઉપયોગ કરશે નહીં.

નિયમન કરનાર કાયદો અને અધિકારક્ષેત્ર

આ કરારનું નિયમન અને અર્થઘટન ભારત સંઘના કાયદાઓ અનુસાર કરવામાં આવે છે. આથી યુઝર ઉષા ઇન્ટરનેશનલ સાઇટ/સેવાઓના ઉપયોગ સંબંધિત કે તેમાંથી ઉદભવતા તમામ વિવાદોના સંબંધમાં નવી દિલ્હી, ભારતના ન્યાયાલયોને એકમાત્ર ન્યાયક્ષેત્ર અને સ્થળ સાથે અફર રીતે સંમત થાય છે. આ ફકરાની મર્યાદા વગર આ નિયમો અને શરતોની તમામ જોગવાઇઓને લાગુ ન થતાં હોય તેવા કોઇપણ અધિકારક્ષેત્રમાં આ સાઇટ/સેવાઓનો ઉપયોગ અનઅધિકૃત ગણાશે.

બૌદ્ધિક સંપદા અધિકાર

ઉષા, શ્રીરામ, લેક્સસ, માવાના, ઝેન્ટ્રા, યુઆઇએલ, ઉષા કૅર, ઇન્ફિનિટી, ઉષા નેનો વગેરે ટ્રેડમાર્ક/લૉગો, માર્ક નજીક મૂકવામાં આવેલ કોઇપણ ઉપસર્ગ કે પ્રત્યય, કે તેનું સંયોજન, ઉપરોક્ત જણાવેલ માર્ક કે અન્ય કોઈ માર્કના સંયોજનમાં દર્શાવવામાં આવેલ કોઈ પેટા-માર્ક, સૂત્રો, સાહિત્યિક માહિતી, ટેકનિકલ વિશેષતાઓ કે ઉપયોગની શરતોમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ અન્ય કોઈ માહિતી અને ઉષા ઇન્ટરનેશનલ લિમિટેડની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલ અન્ય કોઈ માહિતી એ ઉષા ઇન્ટરનેશનલ લિમિટેડની માલિકીના અથવા તો તેમાં નિહિત બૌદ્ધિક સંપદા અધિકારો છે. ઉપર જણાવેલ બૌદ્ધિક સંપદા અધિકાર ટ્રેડમાર્ક્સ અને/અથવા કૉપિરાઇટ્સની જોગવાઇઓ હેઠળ ઉષા ઇન્ટરનેશનલની તરફેણમાં નોંધણી પામેલા છે. ઉષા ઇન્ટરનેશનલ જ્યાં સુધી અન્ય કોઈ સૂચવવામાં આવે નહીં ત્યાં સુધી આ વેબસાઇટમાં દર્શાવવામાં આવેલા તમામ વિષયવસ્તુ (ડીઝાઇન, લૉગો, રંગ સંયોજન, ગ્રાફિક્સની શૈલી, લખાણ, છબીઓ અને વીડિયો સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી)ની માલિકી ધરાવે છે. ઉષા ઇન્ટરનેશનલના પેટેન્ટ્સ, ટ્રેડમાર્ક્સ, ટ્રેડ/ડોમેનનું નામ, લૉગો, સ્લોગન, ગ્રાફિકની સ્ટાઇલ, ડીઝાઇન, કૉપિરાઇટ, સૉર્સ કૉડ અથવા કમ્પ્યૂટર પ્રોગ્રામ અને સામગ્રી કે કોઇપણ બ્રાન્ડેડ વિશેષતાની ઉષા ઇન્ટરનેશલ પાસેથી અગાઉથી લેખિતમાં મંજૂરી લીધા વગર કોઇપણ પ્રકારનો અનઅધિકૃત ઉપયોગ ચુસ્તપણે પ્રતિબંધિત છે. જો કોઈ યુઝર ઉષા ઇન્ટરનેશનલ પ્રોપરાઇટરી પ્રોપર્ટીના સંદર્ભમાં ઉષા ઇન્ટરનેશનલના કોઇપણ અધિકારનું ઉલ્લંઘન કરે છે, તો યુઝર ઉષા ઇન્ટરનેશનલને આ પ્રકારના ઉલ્લંઘનના પરિણામસ્વરૂપ ઉદભવતી એટર્નીની ફી સહિત કોઇપણ અને તમામ પ્રકારના નુકસાન ચૂકવણી કરવા માટે જવાબદાર ગણાશે.

યુઝર એ બાબતને સ્વીકારે છે કે, સાઇટમાં અને/અથવા તેના વિષયવસ્તુમાં રહેલા તમામ બૌદ્ધિક સંપદા અધિકારો (રજિસ્ટર થયેલા હોય કે ન હોય) ઉષા ઇન્ટરનેશનલ અને તેના લાઇસેન્સધારકોમાં નિહિત છે. ઉષા ઇન્ટરનેશનલમાં નિહિત આ પ્રકારના બૌદ્ધિક સંપદા અધિકારોના ઉપયોગ સાથે સંકળાયેલ સાખ અને બૌદ્ધિક સંપદા અધિકારો ફક્ત ઉષા ઇન્ટરનેશનલના ઉપયોગ માટે છે.

ઉષા ઇન્ટરનેશનલની ન હોય તેવી સાઇટ્સની લિંક્સ

ઉષા ઇન્ટરનેશનલ એ કોઈ થર્ડ પાર્ટીની સાઇટનું નિરીક્ષણ કે સમીક્ષા કરતી નથી તેમજ આ પ્રકારની કોઈ થર્ડ પાર્ટીની વેબસાઇટની સચોટતા માટે જવાબદારી નથી. આથી વિશેષ, ઉષા ઇન્ટરનેશનલ તેની સાઇટ પર ઉષા ઇન્ટરનેશનલ સિવાયની એન્ટિટીઓ દ્વારા સંચાલિત થતી વેબસાઇટ્સની લિંક્સ પૂરી પાડી શકે છે. જો કોઈ યુઝર આ પ્રકારે આપવામાં આવેલી લિંક્સની વેબસાઇટની મુલાકાત લે છે, તો યુઝરે તેના પોતાના જોખમે આમ કરવાનું રહેશે તથા વાઇરસ અથવા અન્ય વિનાશક તત્વો સામે રક્ષણ મેળવવાની જવાબદારી તેમની પોતાની રહેશે. ઉષા ઇન્ટરનેશનલ તેની વેબસાઇટ પર આપવામાં આવતી આવી લિંક્સ કે વેબની માહિતી અથવા તેની પર દર્શાવવામાં આવતા ઉત્પાદનો કે સેવાઓ સંબંધિત કોઇપણ પ્રકારની બાંયધરી આપતી નથી કે તેનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ લિંક્સ એ બાબત સૂચવતી નથી કે, ઉષા ઇન્ટરનેશનલ તેનું સમર્થન કરે છે કે તેની સાથે સંકળાયેલ છે કે તેની આનુષંગિક છે અથવા તે ઉષા ઇન્ટરનેશનલના કે પછી તેની આનુષંગિકો કે સહાયક કંપનીઓના કોઈ ટ્રેડમાર્ક, ટ્રેડ નેમ, લૉગો કે કૉપિરાઇટના સિમ્બોલનો ઉપયોગ કરવા માટે કાનૂની રીતે અધિકૃત છે.

જવાબદારી સંબંધિત કલમ

ઉષા ઇન્ટરનેશનલે તેની સાઇટ/સેવાઓને અનુકૂળ બાબત તરીકે ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવી છે. ઉષા ઇન્ટરનેશનલની સાઇટનો ઉપયોગ કરવાને કારણે અથવા તેના પરથી કોઈ ડેટા, સામગ્રી, લખાણ, છબીઓ વગેરે સહિત પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી અન્ય કોઈ બાબતો ડાઉનલૉડ કરવાને કારણે યુઝરના કમ્પ્યૂટર ઇક્વિપમેન્ટ અને/અથવા અન્ય કોઈ સંપત્તિને થતાં કોઈ નુકસાન માટે ઉષા ઇન્ટરનેશલ કોઈ જવાબદારી ધરાવતી નથી અને આ માટે તેને જવાબદાર ઠેરવી પણ શકાશે નહીં.

ઉષા ઇન્ટરનેશનલ આવી સાઇટ પરના વિષયવસ્તુની સચોટતાની કોઈ બાંયધરી આપતી નથી કે તેનું પ્રતિનિધિત્વ કરતી નથી કે આવા વિષયવસ્તુમાં રહેલી કોઇપણ પ્રકારની ત્રુટિ કે ચૂકની કોઈ જવાબદારી કે ઉત્તરદાયિત્વ સ્વીકારતી નથી. કોઇપણ પ્રકારની ઘટનામાં ઉષા ઇન્ટરનેશનલ કે સાઇટને તૈયાર કરવામાં, તેનું સર્જન કરવામાં કે તેને પૂરી પાડવા સાથે સંકળાયેલ અન્ય કોઈ પાર્ટી ઉષા ઇન્ટરનેશનલ પ્રત્યક્ષ, પરોક્ષ, દંડાત્મક, આકસ્મિક, વિશેષ કે પરિણામસ્વરૂપે થતાં નુકસાન અથવા કોઇપણ પ્રકારની મર્યાદા વગર સાઇટ/સેવાઓના ઉપયોગ કે કાર્યદેખાવના સંબંધમાં ઉપયોગ, ડેટા અથવા નફાના સંદર્ભમાં થતાં કોઇપણ પ્રકારના નુકસાન સુધી મર્યાદિત ન રહી તે સિવાયની કોઇપણ બાબતો માટે જવાબદાર ગણાશે નહીં.

આ કલમ ઉક્ત વેબસાઇટ બંધ થઈ જાય તે પછી પણ લાગુ રહેશે.

સુરક્ષા

ઉષા ઇન્ટરનેશનલ (1) સાઇટના સંચાલનમાં અંતરાયરૂપ બને અથવા (2) સાઇટના આંતરમાળખાંમાં બિનજરૂરી કે ગેરવાજબી અવરોધ ઊભો કરે અથવા (3) સાઇટના સોફ્ટવેર કે તેની કાર્ક્ષમતા સાથે ચેડાં કરે (જેમ કે, સામુહિક રીતે ઈ-મેઇલ કરવા એટલે કે, ‘સ્પામિંગ’) તેવા કોઇપણ ડીવાઇઝ કે સોફ્ટવેરના ઉપયોગને સખતપણે પ્રતિબંધિત કરે છે. તેમાં સાઇટના પ્રોગ્રામિંગના માળખાંને નુકસાન પહોંચાડી શકે, તેમાં હસ્તક્ષેપ કરી શકે અથવા વિક્ષેપ પાડી શકે તેવી વાઇરસ(સો) ધરાવતી કોઈ સામગ્રી કે અન્ય કોઈ ઘટકો પરંતુ તેના સુધી મર્યાદિત ન રહી આ પ્રકારની અન્ય તમામ બાબતોને મૂકવાનો સમાવેશ થાય છે.

ક્ષતિપૂર્તિ

આથી યુઝર અહીં એ બાબતે સંમત થાય છે કે, તેઓ તેમના દ્વારા ઉષા ઇન્ટરનેશનલની સાઇટ/સેવા કે તેની વર્તણૂકમાંથી ઉદભવતી એટર્નીની ફી, કોઇપણ થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવેલ દાવાઓ સહિત કોઇપણ દાવાઓ, માંગણીઓ કે નુકસાન માટે ઉષા ઇન્ટરનેશનલ, તેની સહાયક કંપનીઓ, આનુષંગિકો, ડિરેક્ટરો, ઑફિસરો અને તેના કર્મચારીઓની ક્ષતિપૂર્તિ કરશે તથા તેમને તેમાંથી હાનિરહિત રાખશે.

અહીં અંદર નિર્ધારિત કરવામાં આવેલ જવાબદારીની મર્યાદા પ્રત્યેના પૂર્વગ્રહ વિના યુઝર તેમના તરફથી કરવામાં આવતી કે નહીં કરવામાં આવતી કોઈ કાર્યવાહીને કારણે થતાં નુકસાનને ઘટાડવા માટે તમામ વાજબી પગલાં લેશે, જે કાર્યવાહીમાં બેદરકારી, બદનક્ષી, માનહાનિ, ગુપ્તતા કે પ્રચારના અધિકારો, બૌદ્ધિક સંપદાના અધિકારો, કરારોના ઉલ્લંઘન કે જે યુઝર ઉષા ઇન્ટરનેશનલ વિરુદ્ધ લાવી શકે છે તેવી અન્ય કોઈ બાબતનો સમાવેશ થાય છે પરંતુ આ બાબતો આટલા પૂરતી મર્યાદિત નથી.

યુઝરની સામગ્રી/માહિતી

ઉષા ઇન્ટરનેશનલ અહીં નીચે જણાવેલ બાબતોમાંથી યુઝરના બ્રાઉઝરને મોકલવામાં આવેલ ‘કુકીઝ’માંથી મેળવવામાં આવેલ ઓળખ સંબંધિત માહિતી મારફતે કેટલીક ચોક્કસ માહિતી, ઉપયોગના સ્ટાન્ડર્ડ લૉગ્સમાં પ્રાપ્ત કરી શકે છે અને તેને એકઠી કરી શકે છે. આ બાબતો છેઃ

  • યુઝરની હાર્ડ ડ્રાઇવમાં સંગ્રહિત કરવામાં આવેલ વેબ સર્વરની કુકી;
  • યુઝરના કમ્પ્યૂટરમાંથી સોંપવામાં આવેલ આઇપી એડ્રેસ;
  • યુઝર ઉષા ઇન્ટરનેશનલની સેવાઓનો ઉપયોગ જેના મારફતે કરે છે, તે ડોમેન સર્વર;
  • યુઝર દ્વારા ઉપયોગમાં લેવાયેલ કમ્પ્યૂટરનો પ્રકાર;
  • યુઝર દ્વારા ઉપયોગમાં લેવાયેલ વેબ બ્રાઉઝરનો પ્રકાર;
  • નામ અને અટક સહિતનું પૂરું નામ;
  • વૈકલ્પિક ઈ-મેઇલ એડ્રેસ;
  • મોબાઇલ ફોન નંબર અને સંપર્કની વિગતો;
  • ઝિપ/પોસ્ટલ કૉડ;
  • ઉષા ઇન્ટરનેશનલની વેબસાઇટ પર રહેલ વિશેષતાઓના મંતવ્યો;
  • યુઝર દ્વારા મુલાકાત લેવામાં આવતા પેજિસ અંગે;
  • ઉષા ઇન્ટરનેશનલની સાઇટ પર યુઝર દ્વારા જેની પર ક્લિક કરવામાં આવે છે લિંક્સ; વગેરે.

ઉષા ઇન્ટરનેશનલ આ સાઇટ સાથે સંકળાયેલ ગુપ્તતા સંબંધિત નીતિ મારફતે યુઝર દ્વારા સાઇટ પર પૂરી પાડવામાં આવી હોય તેવી તેમની ઓળખ છતી કરી શકનારી કોઇપણ અંગત સામગ્રી કે માહિતીનું રક્ષણ કરવા માંગે છે. સાઇટ પર પૂરી પાડવામાં આવેલ આ પ્રકારની સામગ્રી/માહિતી એ કાં તો ઉષા ઇન્ટરનેશનલની સંપત્તિ છે અથવા તો ઉષા ઇન્ટરનેશનલ દ્વારા મંજૂરી લઇને ઉપયોગમાં લેવામાં આવી છે. સાઇટ પર રહેલી છબીઓનો કોઇપણ પ્રકારનો અનઅધિકૃત ઉપયોગ કૉપિરાઇટના કાયદા, ટ્રેડમાર્કના કાયદા, ગુપ્તતા અને પ્રચાર સંબંધિત કાયદા, અને/અથવા દિવાની અને ફોજદારી કાનૂનોનો ભંગ કરી ગણાઈ શકે છે.

યુઝર આગળ એ માટે પણ સંમત થાય છે કે, ઉષા ઇન્ટરનેશનલને કોઇપણ પ્રકારની સામગ્રી કે માહિતી પૂરી પાડીને તેઓ આ પ્રકારની સામગ્રી અને માહિતીમાં નિહિત તમામ બૌદ્ધિક સંપદાના અધિકારો સંપૂર્ણપણે ઉષા ઇન્ટરનેશનલને સોંપે છે અને ટ્રાન્સફર કરે છે તથા આથી ઉષા ઇન્ટરનેશનલ તેનો ઉપયોગ કરવા માટે મુક્ત છે, કોઇપણ પ્રકારના સુધારાવધારા પહેલાં કે પછી. આ સિવાય યુઝર એ બાબતે પણ સંમત થાય છે કે, ઉષા ઇન્ટરનેશનલ યુઝર દ્વારા પૂરાં પાડવામાં આવી શકે તેવા કોઇપણ આઇડિયા, કૉન્સેપ્ટ અથવા જાણકારીનો ઉપયોગ કરવા માટે પણ મુક્ત રહેશે.

ફેરફારો

ઉષા ઇન્ટરનેશનલ તેની મુનસફી મુજબ આ કરારમાં કોઇપણ સમયે સંપૂર્ણપણે અથવા આંશિક રીતે બદલવાનો, ફેરફાર કરવાનો, ઉમેરણ કરવાનો કે આ કરારના કોઈ હિસ્સાને દૂર કરવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે. જોકે, આ કરારમાં કરવામાં આવેલ ફેરફાર ત્યારે જ લાગુ થશે જ્યારે આ અંગે સાઇટ પર જાણ કરવામાં આવે. યુઝર એ બાબતે સંમત થાય છે કે, આ કરારમાં કરવામાં આવેલ આ પ્રકારની તબદીલી કે ફેરફાર બાદ સાઇટનો નિરંતર ઉપયોગ ચાલું રાખવાને આ પ્રકારની તબદીલી કે ફેરફાર સ્વીકાર્ય હોવાનું માનવામાં આવશે.

આ ઉપરાંત, ઉષા ઇન્ટરનેશનલ અગાઉથી કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર કે જવાબદારી વગર આ સાઇટની કેટલીક વિશેષતાઓ પર મર્યાદાઓ લાદી શકે છે અથવા તો યુઝરને આ સાઇટના કેટલાક હિસ્સાઓ કે સમગ્ર સાઇટને ઍક્સેસ કરતાં અટકાવી શકે છે.

અસ્વીકરણ

ઉષા ઇન્ટરનેશનલ કોઇપણ હેતુસર આ સાઇટમાં રહેલ કોઇપણ માહિતી, સોફ્ટવેર, ઉત્પાદનો, સેવાઓ અને સંબંધિત ગ્રાફિક્સના ઔચિત્ય, વિશ્વસનીયતા, ઉપલબ્ધતા, સત્યશીલતા, માત્રા, સાતત્ય, વાઇરસ કે અન્ય કોઈ હાનિકારક ઘટકોને કારણે કાર્યદેખાવમાં ઊણપ અને સચોટતાની કોઇપણ બાંયધરી લેવાનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે. ઉષા ઇન્ટરનેશનલ આ સાઇટ મારફતે દર્શાવવામાં આવેલ કે વિતરિત કરવામાં આવેલ અન્ય કોઈ સામગ્રીની સંપૂર્ણતા કે માહિતીની વિશ્વસનીયતાની કોઈ બાંયધરી સ્વીકારતી નથી. યુઝર એ બાબતને સ્વીકારે છે કે, તેઓ તેમના જોખમે અને જવાબદારીએ આ પ્રકારની માહિતી પર કોઇપણ પ્રકારનો ભરોસો મૂકશે.

ઉષા ઇન્ટરનેશનલ તમામ નિહિત બાંયધરીઓ અને વ્યાપારની શરતો સહિત તેમની સેવાઓ, સોફ્ટવેર, ઉત્પાદનો અને સંબંધિત ગ્રાફિક્સ સંબંધે કોઇપણ પ્રકારની રજૂઆતો કે બાંયધરીઓ અને શરતોનો સ્પષ્ટપણે અસ્વીકાર કરે છે.

કોઇપણ પ્રકારની ઘટનામાં ઉષા ઇન્ટરનેશનલને આ સાઇટના ઉપયોગને કારણે અથવા તો આ કરારના સંબંધમાં થતાં કોઇપણ પ્રકારના પ્રત્યક્ષ, પરોક્ષ, પરિણામસ્વરૂપે, દંડાત્મક, વિશેષ કે અંતરિમ નુકસાન માટે જવાબદાર ઠેરવી શકાશે નહીં.